ડાંગ સાપુતારા
સાપુતારાથી સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર!
ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારાના પ્રખ્યાત હેલિપેડ પાસે આવેલા ‘ત્રિફળા વન’માં ખનિજ માફિયાઓ દ્વારા સરેઆમ માટી ખનન કરાતું હોવાનો વીડિયો સામે આવ્યો છે.
સૌથી મોટો સવાલ એ છે કે આ આખો વિસ્તાર
‘નોટીફાઇડ એરિયા’ (સરકાર દ્વારા સુરક્ષિત જાહેર કરાયેલો વિસ્તાર) છે, તેમ છતાં તંત્રની નાક નીચે આ ખનિજ માફિયાઓ આટલા બેફામ કેવી રીતે બન્યા? કોના આશીર્વાદથી કુદરતી સંપત્તિ લૂંટાઈ રહી છે?
તપાસનો વિષય:
નોટીફાઇડ એરિયા હોવા છતાં જેસીબી અને ડમ્પરો કોની મંજૂરીથી ફરતા થયા?
પ્રકૃતિ અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા આ માફિયાઓ સામે વન વિભાગ અને સ્થાનિક તંત્ર કેમ આંખ આડા કાન કરી રહ્યું છે?
શું આ ખનન પાછળ કોઈ મોટું કૌભાંડ ચાલી રહ્યું છે?
આ વિષય પર તાત્કાલિક કડક તપાસ થાય અને જવાબદારો સામે કડક પગલાં લેવાય તેવી લોકમાંગ ઉઠી છે.










