8 ઓગસ્ટ થી 29 ઓગસ્ટ 2026 દરમિયાન યોજાનારા મોન્સુન ફેસ્ટિવલ(મેઘ મલ્હાર પર્વ 2026) માટે સાપુતારા સજ્જ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ડાંગ સાપુતારા

તત્કાલીન વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા તેઓના ગુજરાતના મુખ્યમંત્રીના સમય ગાળામાં તેઓએ ગુજરાત ટુરિઝમ પ્રવાસનને વેગ મળે તથા સ્થાનિકોને રોજગારી મળે તે હેતુથી સાપુતારા મોનસુન ફેસ્ટિવલ ઉજવણીની પહેલ કરવામાં આવી હતી જેને ખૂબ સારો પ્રતિસાદ મળેલ હતો, ત્યારબાદ અવિરત દર વર્ષે મોનસુન ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે તારીખ 8 ઓગસ્ટ થી 29 ઓગસ્ટ સુધી મોનસુન ફેસ્ટિવલ સંભવિત મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનાર ઉદઘાટન સમારોહને લઈને સમગ્ર ડાંગ જિલ્લામાં ઉત્સાહનો માહોલ છે.

ફેસ્ટિવલ દરમિયાન ગુજરાતની લોકસંસ્કૃતિ, આદિવાસી કલા, લોકનૃત્યો,સંગીત, હસ્તકલા, સ્થાનિક વાનગીઓ અને વિવિધ મનોરંજન કાર્યક્રમો પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ બનશે.

ઉદ્ઘાટક મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, તથા અતિથિ વિશેષ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, જયરામભાઈ ગામીત(પ્રભારી મંત્રી, ડાંગ), રાજેશભાઈ ગામીત ( ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ), ધવલભાઈ પટેલ (માનનીય લોકસભા દંડક તથા સાંસદ વલસાડ), વિજયભાઈ પટેલ ( નાયબ મુખ્ય દંડક ગુજરાત તથા ધારાસભ્ય ડાંગ), તથા ડાંગ કલેકટર એન ડી પરમાર ના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા આયોજિત આ ફેસ્ટિવલ ગુજરાતના પ્રવાસનને વધુ વેગ આપવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે. ડાંગ જિલ્લાના કુદરતી સૌંદર્ય વચ્ચે યોજાયનારો આ ઉત્સવ રાજ્ય તેમજ દેશ-વિદેશના પ્રવાસીઓને અનોખો અનુભવ કરાવશે.

ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે જરૂરી સુવિધાઓ અને સુરક્ષાની પૂર્તિ વ્યવસ્થા કરવામાં આવી છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાપુતારાની મુલાકાત લે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે

Leave a Comment

और पढ़ें