તાપી ડોલવણ
સુરત રેન્જ અને તાપી જિલ્લા પોલીસ વડાની માદક પદાર્થો સામેની ઝુંબેશ અંતર્ગત એસ.ઓ.જી. (SOG) તાપી અને ડોલવણ પોલીસની સંયુક્ત ટીમે મોટી કાર્યવાહી કરીને વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે.
એસ.ઓ.જી. તાપીના પોલીસ ઈન્સ્પેક્ટર કે.ડી. મંડોરા તથા ડોલવણ પોલીસ સ્ટેશનના પ્રો.પો.ઈ. કે.ડી. શર્માની સૂચના હેઠળ પો.સ.ઈ. એન.પી. ગરાસીયા અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે ૨૮ જુલાઈ ૨૦૨૬ના રોજ ડોલવણ તાલુકાના વરજાખણ ગામે દરોડો પાડી આરોપી મિલનકુમાર ડાહ્યાભાઈ પટેલ (રહે. વરજાખણ ગામ, દુકાન ફળિયું, તા. ડોલવણ, જી. તાપી) ને સ્થળ પરથી ઝડપી લેવામાં આવ્યો હતો.
પોલીસે આરોપી પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:
ગાંજો:૩૩૪ ગ્રામ (કિંમત રૂ. ૧૬,૭૦૦/-)
મોબાઈલ:૧ નંગ (કિંમત રૂ. ૫,૦૦૦/-)
ડિજિટલ વજનકાંટો:કિંમત રૂ. ૨૦૦/-ઝીપ બેગ:પારદર્શક પ્લાસ્ટિકની ઝીપ બેગ તથા પેકેટ
કુલ મુદ્દામાલ: રૂ. ૨૧,૯૦૦/-
આ મામલે ગાંજો પૂરો પાડનાર અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ડોલવણ પોલીસ સ્ટેશનમાં ધી નાર્કોટીકસ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપીક સબસ્ટન્સિઝ એકટ ૧૯૮૫ (NDPS Act) હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ સફળ કામગીરીમાં પ્રો.પો.ઈ. કે.ડી. શર્મા, પો.સ.ઈ. એન.પી. ગરાસીયા, એ.એસ.આઈ. રાજેન્દ્ર યાદવરાવ, અ.હે.કો. શરદભાઈ, અ.હે.કો. કમલેશભાઈ, અ.પો.કો. ભાવેશભાઈ તથા ડ્રાઈવર પો.કો. નરેન્દ્રભાઈ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.









