પ્રોહિબિશન અને વાહન ચોરીના 3 ગુનામાં ફરાર રીઢો ગુનેગાર 3 બાઇક સાથે ઝડપાયો, એલ.સી.બી.ની મોટી સફળતા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સુરત

સુરત ગ્રામ્ય જિલ્લા એલ.સી.બી. (Local Crime Branch) અને પેરોલ ફર્લો સ્ક્વોડને મોટી સફળતા મળી છે. પ્રોહિબિશન અને વાહન ચોરીના અલગ-અલગ ત્રણ ગુનાઓમાં નાસતા-ફરતા રીઢા ગુનેગારને ચોરીની ૩ મોટરસાઇકલ સાથે દબોચી લેવામાં આવ્યો છે.

દરમિયાન પી.એસ.આઈ. એ.એન. ચૌહાણની ટીમના અ.હે.કો વિક્રમભાઈ સગરામભાઈ અને આ.હે.કો રાજેશભાઈ બળદેવભાઈને સંયુક્ત રીતે ચોક્કસ બાતમી મળી હતી કે, કોસંબા, કામરેજ અને ભરૂચ ‘સી’ ડિવિઝન પોલીસ મથકના ગુનાઓમાં વોન્ટેડ આરોપી રતનલાલ ગુજ્જર નંબર વગરની હીરો સ્પ્લેન્ડર બાઇક લઈને કડોદરાથી કામરેજ તરફ જઈ રહ્યો છે. બાતમીના આધારે એલ.સી.બી. પોલીસે વાવ ગામે રસ્તા પર નાકાબંધી કરી આરોપીને ઝડપી પાડ્યો હતો.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કોસંબા અને કામરેજ પોલીસ સ્ટેશનના વિદેશી દારૂના ગુનામાં તેમજ ભરૂચ ‘સી’ ડિવિઝનના વાહન ચોરીના ગુનામાં વોન્ટેડ હોવાની કબૂલાત કરી હતી. કડક પૂછપરછ દરમિયાન તેણે વધુ ખુલાસો કર્યો હતો કે, ત્રણેક મહિના પહેલાં તેણે અને તેના સાગરીત અજયસિંગ રાજપૂતે સંઘપ્રદેશ સેલવાસ ખાતેથી બે મોટરસાઇકલ ચોરી કરી હતી અને તેને નવાગામ ઉદ્યોગનગર બ્રિજ નીચે સંતાડી રાખી હતી. પોલીસે આરોપીની નિશાન દેહી પરથી તે બંને બાઇક પણ જપ્ત કરી લીધી છે.

પકડાયેલ આરોપી :-

રતનલાલ જગુલાલ ઉર્ફે જગદીશભાઈ ગુજ્જર (ઉંમર: ૩૦ વર્ષ) રહે,મકાન નં. ૯૧, આર.આર. રેસિડેન્સી, પાનસરા ગામ, તા. માંગરોળ, જી. સુરત (મૂળ રહે. વાગડ, તા. આમેઠ, જી. રાજસમંદ, રાજસ્થાન)

કબજે કરેલ મુદ્દામાલ (કુલ કિંમત રૂ. ૧,૧૦,૧૫૦/-):

1. નંબર વગરની હીરો સ્પ્લેન્ડર (કિંમત રૂ. ૩૦,૦૦૦/-)

2. નંબર વગરની બજાજ પલ્સર (કિંમત રૂ. ૬૦,૦૦૦/-)

3. હીરો સ્પ્લેન્ડર (રજિ. નં. GJ-05-DJ-1271, કિંમત રૂ. ૨૦,૦૦૦/-)

4. અંગજડતીમાંથી મળેલ રોકડા રૂ. ૧૫૦/-

આરોપીનો ગુનાહિત ઇતિહાસ:

આરોપી કોસંબા પોલીસ સ્ટેશનના ૪ જેટલા પ્રોહિબિશનના ગુનાઓમાં અગાઉ પણ સંડોવાયેલો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે તેનો કબજો કામરેજ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે, તેમજ વોન્ટેડ દર્શાવનાર કોસંબા અને ભરૂચ ‘સી’ ડિવિઝન પોલીસ મથકે પણ આ અંગે જાણ કરવામાં આવી છે.

Leave a Comment

और पढ़ें