મહુવા પોલીસ સ્ટેશનના 2021થી નાસતા-ફરતા 3 આરોપીઓને LCB એ ઝડપી પાડ્યા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સુરત મહુવા

સુરત ગ્રામ્ય વિસ્તારમાં ગુના આચરી વર્ષોથી ફરાર આરોપીઓ અને વોન્ટેડ ગુનેગારોને પકડી પાડવા માટે પોલીસ વિભાગ દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ડ્રાઇવ દરમિયાન સુરત ગ્રામ્ય એલ.સી.બી. (Local Crime Branch) ટીમને મોટી સફળતા મળી છે. મહુવા પોલીસ મથકમાં વર્ષ ૨૦૨૧થી ગુનાહિત ધમકી, ગેરકાયદે પ્રવેશ અને નુકસાન પહોંચાડવાના ગુનામાં નાસતા-ફરતા ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે.

તપાસ દરમિયાન એલ.સી.બી.ના પી.એસ.આઈ. એચ.સી. મસાણી અને તેમની ટીમ માનવ સ્ત્રોતો (હ્યુમન સોર્સીસ) અને ટેકનિકલ માધ્યમોથી માહિતી એકત્ર કરી રહી હતી. તે દરમિયાન એ.એસ.આઈ. ધનસુખભાઈ કરસનભાઈ અને ટીમ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે, મહુવા પોલીસ મથકના ૫ વર્ષ જૂના ગુનામાં ફરાર આરોપીઓ મહુવા તાલુકાના કાની ગામ ખાતે હાજર છે.

બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ત્રણેય આરોપીઓની અટકાયત કરી પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી, જેમાં તેઓ મહુવા પોલીસ સ્ટેશનના ૨૦૨૧ના ગુનામાં વોન્ટેડ હોવાની કબૂલાત કરી હતી.

પકડાયેલા આરોપીઓની વિગત:

1. ભરતસિંહ ઉર્ફે બચુભાઇ વિજયસિંહ પરમાર (ઉં.વ. ૭૨, રહે. ઉન ગામ, ટેકરા ફળિયું, મજુરા, સુરત શહેર)

2. ધનસુખભાઇ નારણભાઇ આહિર (ઉં.વ. ૫૬, હાલ રહે. વરાડ ગામ, નવી હોળી ફળિયું, તા. બારડોલી, મૂળ રહે. કાની ગામ, પારસી ફળિયું, તા. મહુવા)

3. મીતકુમાર ધનસુખભાઇ આહિર (ઉં.વ. ૨૩, હાલ રહે. વરાડ ગામ, નવી હોળી ફળિયું, તા. બારડોલી, મૂળ રહે. કાની ગામ, પારસી ફળિયું, તા. મહુવા)

આરોપીઓ વિરૂદ્ધ મહુવા પોલીસ સ્ટેશનમાં પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૨૧૪૦૩૧૨૧૧૬૧૪/૨૦૨૧ હેઠળ આઈ.પી.સી. કલમ ૪૪૭ (ગેરકાયદે પ્રવેશ), ૪૨૭ (નુકસાન પહોંચાડવું), ૫૦૪, ૫૦૬(૨) (ગુનાહિત ધમકી) અને ૧૧૪ મુજબ ગુનો નોંધાયેલો હતો.

એલ.સી.બી. ટીમે ત્રણેય આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આગળની તપાસ માટે તેમનો કબજો મહુવા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે

Leave a Comment

और पढ़ें