તાપી વન વિભાગની મોટી કાર્યવાહી ગેરકાયદેસર ખેરનું લાકડું અને બોલેરો વાહન સહિત રૂ. ૨.૬૪ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

[responsivevoice_button voice="Hindi Female"]

તાપી વ્યારા

 

તાપી વન વિભાગ દ્વારા ગેરકાયદેસર રીતે થતી લાકડાની ચોરી અને તસ્કરી સામે નાયબ વન સંરક્ષક સચિન ગુપ્તાના માર્ગદર્શન હેઠળ અને મદદનીશ વન સંરક્ષકની સૂચના મુજબ, તાપી વન વિભાગે બાતમીના આધારે દરોડા પાડીને ગેરકાયદેસર ખેરના લાકડાનો જથ્થો તેમજ પરિવહન માટે વપરાયેલ વાહન જપ્ત કર્યું છે.

મળેલી ચોક્કસ બાતમીના આધારે તા.૨૪.૦૭.૨૦૨૬ના રોજ વ્યારા આર.એફ.ઓ. એ.એસ.સંધાણી અને તેમની ટીમે ઉમરવાવ નજીક આવેલા કંમ્પા નં. ૩૦૧-એ ના જંગલ વિસ્તારમાં સ્થળ તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન જંગલ ભાગમાંથી ગેરકાયદેસર રીતે કાપવામાં આવેલા ખેરના ૬ નંગ આશરે ૦.૬૪૦ ઘન મીટર જપ્ત કરવામાં આવ્યા હતા, જેની અંદાજિત કિંમત રૂ ૧૦૧૪૬ થાય છે.

આ ગુનાની વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતાં, તા. ૨૬.૦૭.૨૦૨૬ના રોજ મળેલી બીજી બાતમીના આધારે વન વિભાગની ટીમે ખુટાડીયા ગામે ગૌચરની જમીનમાં દરોડો પાડ્યો હતો. ત્યાંથી છોલેલા ખેરના ૧૬ નંગ આશરે ૦.૭૬૨ ઘન મીટર – કિંમત રૂ. ૧૮૮૯૮ તથા લાકડાની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતું અંદાજિત કિંમત રૂ. ૨.૩૫ લાખનું બોલેરો પીકઅપ વાહન જપ્ત કરવામાં આવ્યું હતું. વન વિભાગ દ્વારા તમામ મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરનો ગુનો નોંધવામાં આવ્યો છે અને આ મુદ્દામાલને સરકારી ડેપો, ડોલવણ ખાતે જમા કરાવવામાં આવ્યો છે.

રેન્જ ફોરેસ્ટ ઓફિસર (વ્યારા) દ્વારા જાહેર કરાયેલી અખબારી યાદી મુજબ, જપ્ત કરાયેલ ખેરનો જથ્થો અને બોલેરો પીકઅપ વાહન મળીને કુલ અંદાજિત ૨.૬૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

Leave a Comment

और पढ़ें