વાલોડના દોડકીયા ફળિયામાં નદીમાં તણાયેલા બે મૃતકોના પરિવારોને ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના હસ્તે રૂ. ૮ લાખના સહાય ચેક અર્પણ કરાયા.

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

તાપી વાલોડ

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દોડકીયા ફળિયું નદીમાં તણાઈ જવાથી અકાળે અવસાન પામેલા સ્વ. નીતેશભાઈ દિલીપભાઈ ચૌધરી અને સ્વ. કમલેશભાઈ ખંડુભાઈ ચૌધરીના પરિવારજનોની સ્થાનિક ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ રૂબરૂ મુલાકાત લીધી હતી.

ધારાસભ્યએ શોકાતુર પરિવારોને મળીને સાંત્વના પાઠવી હતી અને સરકાર તરફથી મળવાપાત્ર સહાય પેટે કુલ રૂ. ૮ લાખ (પ્રત્યેક પરિવારને રૂ. ૪ લાખ) ની આર્થિક સહાયના ચેક એનાયત કર્યા હતા.

આ દુઃખદ પ્રસંગે ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ ઊંડી સંવેદના વ્યક્ત કરતાં જણાવ્યું કે, આ મુશ્કેલ સમયમાં સરકાર અને વહીવટી તંત્ર પીડિત પરિવારોની પડખે ઊભું છે. તેમણે દિવંગત આત્માઓની પ્રભુ શાંતિ અર્પે અને ઈશ્વર આ પરિવારો પર આવી પડેલા અણધાર્યા આઘાતને સહન કરવાની શક્તિ આપે તેવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરી હતી.

તાલુકા પંચાયત પ્રમુખ ધિરેનભાઈ ગામીત, તાલુકા વિકાસ અધિકારી સહિત જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યોએ પણ પરિવારોને શોકાતુર પરિવારોને મળીને સાંત્વના પાઠવી હતી.

Leave a Comment

और पढ़ें