વારસાઈ સંબંધિત જમીન વ્યવહારોમાં સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપતો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખેડૂતો અને પ્રજાહિતકારી નિર્ણય…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગાંધીનગર

ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 9 હેઠળ રાજ્ય સરકારને સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવા અથવા માફ કરવા મળેલી સત્તા અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેતીની જમીન અંગેના કેટલાંક કિસ્સાઓમાં જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીની જોગવાઈઓમાંથી રાહત આપીને રૂપિયા 300 ટોકન સ્ટેમ્પ ડ્યુટી લાગુ કરવાનો નિર્ણય કર્યો…

➡️ જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીની જોગવાઈમાં રાહત આપીને ₹300ની ટોકન સ્ટેમ્પ ડ્યુટી લેવાનો ખેડૂત પ્રજાહિતલક્ષી નિર્ણય
➡️ ખેડૂતોને ખેતીની જમીનની વારસાઈ મિલકતના વેચાણમાં આર્થિક ભાર ઓછો થશે
➡️ પરિવારના સભ્યો વચ્ચે મિલકતો વહેંચણીની સરળતા થતાં વિવાદ અને કોર્ટ કેસમાં ઘટાડો થશે
➡️ આ રૂપિયા 300/-ની સરળ સ્ટેમ્પ ડ્યુટીથી પ્રક્રિયા ઝડપી અને વ્યવહારિક બનશે તેમજ લોકોને વ્યવહારોમાં વધુ સરળતા થતાં ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસને વેગ મળશે…

Leave a Comment

और पढ़ें