તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ટાબરિયાઓને આંગણવાડીમાં પ્રવેશ અપાયો!!

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

તાપી નિઝર

રાજ્ય સરકારના શિક્ષણલક્ષી અભિયાન ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬’ અંતર્ગત નિઝર તાલુકાની પ્રાથમિક શાળા વડલી ખાતે એક સંવેદનશીલ અને પ્રેરણાદાયી માહોલમાં અક્ષરજ્ઞાનનો મહોત્સવ ઉજવાયો હતો. તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ આ શૈક્ષણિક મહા પર્વમાં સ્વયં ઉપસ્થિત રહીને નવી પેઢીના ઘડતર માટે નાનાં ભૂલકાઓને શૈક્ષણિક જીવનના પ્રથમ પગથિયે આવકાર્યા હતા.

કલેક્ટર દેવ ચૌધરીએ નવા પ્રવેશી રહેલા ટાબરિયાંઓ સાથે આત્મીય સંવાદ સાધીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. શાળામાં પ્રવેશતા બાળકોનુ મોં મીઠું કરાવી, શૈક્ષણિક કીટ અર્પણ કરીને શૈક્ષણિક સફરમાં હરખભેર પ્રવેશ અપાવ્યો હતો.

વડલી પ્રાથમિક શાળા ખાતે આ પ્રસંગે આંગણવાડીમાં ૧૨ તેમજ બાલવાટિકામાં ૧૪ મળીને કુલ ૨૬ ઉત્સાહી બાળકોનું નામાંકન કરાયું હતું. કલેક્ટરએ વાલીઓ અને ગ્રામજનોને સંબોધતા જણાવ્યું કે, દીકરીઓને ઉચ્ચ

શિક્ષણ આપવું એ આજના સમયની તાતી જરૂરિયાત છે અને ગામનું કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહેવું જોઈએ.

કલેક્ટર દેવ ચૌધરીએ સ્વયં વર્ગખંડો, આંગણવાડી કેન્દ્ર, બાલવાટિકા અને સ્વચ્છતાની સુવિધાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. પર્યાવરણ જતનના સંદેશ સાથે તેમણે શાળા પરિસરમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું.

 

Leave a Comment

और पढ़ें