નાણા રાજ્યમંત્રી ડૉ. કમલેશભાઈ પટેલે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની લીધી મુલાકાત !

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

તાપી ઉકાઈ

તાપી જિલ્લાની મુલાકાતે પધારેલા નાણા રાજ્યમંત્રી ડૉ. કમલેશભાઈ પટેલે સમગ્ર દક્ષિણ ગુજરાતની જીવાદોરી અને આર્થિક સમૃદ્ધિના આધારસ્તંભ સમાન ઉકાઈ ડેમની વિશેષ મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન ઉકાઈ ડેમ ખાતે મંત્રીનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુલાકાતના મુખ્ય ભાગરૂપે મંત્રી કમલેશભાઈ પટેલએ ઉકાઈ ડેમના કાર્યપાલક ઇજનેર એસ.વી.જાગીરદાર પાસેથી ડેમની વિવિધ ટેકનિકલ લાક્ષણિકતાઓ, મહત્તમ જળ સંગ્રહ ક્ષમતા સહિતની ઝીણવટભરી માહિતી મેળવી હતી.

કાર્યપાલક ઇજનેર દ્વારા ઉકાઈ ડેમ આધારિત કાર્યરત વિવિધ મહત્વકાંક્ષી યોજનાઓ, દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સિંચાઈ વ્યવસ્થાપન તેમજ આસપાસના વિસ્તારોમાં પૂરા પાડવામાં આવતા પીવાના પાણીના નેટવર્ક વિશે પણ મંત્રીને વિસ્તૃત રીતે વાકેફ કરાયા હતા.

Leave a Comment

और पढ़ें