ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્ય કક્ષાનો “પી.એમ. કિસાન ઉત્સવ દિવસ” કાર્યક્રમ યોજાયો…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગાંધીનગર

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આસામના ગુવાહાટી ખાતેથી “પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના”નો 22મો હપ્તો રિલીઝ કર્યો; 22માં હપ્તા હેઠળ દેશના 9.32 કરોડ ખેડૂતોને ₹18,640 કરોડથી વધુની અને ગુજરાતના 49.59 લાખ ધરતીપુત્રોને ₹1,028 કરોડની સહાય મળી…

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્ય કક્ષાનો “પી.એમ. કિસાન ઉત્સવ દિવસ” કાર્યક્રમ યોજાયો; આ કાર્યક્રમમાં રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્ય મંત્રી રમેશભાઈ કટારા ઉપસ્થિત રહ્યા…

આ સમારોહમાં મુખ્યમંત્રીના હસ્તે ખેડૂત લાભાર્થીઓને કૃષિ, બાગાયતની વિવિધ ખેતીલક્ષી યોજનાઓની સહાયનું વિતરણ કરવામાં આવ્યું; રાજ્યના ખેડૂતોએ વડાપ્રધાનના સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળ્યું…

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ના મંત્ર સાથે આપણે આગળ વધી રહ્યા છીએ : મુખ્યમંત્રી

Leave a Comment

और पढ़ें