ગાંધીનગર

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની દક્ષિણ ગુજરાતના માર્ગોને પહોળા કરવા અને સુધારવા માટે ₹1,185 કરોડના કામોને મંજૂરી; સુરત ઈકોનોમિક રિજિયન (SER)ને દુબઈ અને ચીનના ગુઆંગઝૂ જેવા વૈશ્વિક ટ્રેડિંગ હબની તર્જ પર વિકસાવવાનો અને સુરતને વૈશ્વિક સપ્લાય ચેનમાં જોડવાનો ઉદ્દેશ…
મંજૂર કરેલા પ્રોજેક્ટ્સમાં સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ જિલ્લામાં કુલ 383 કિમીને આવરી લેતા 24 કામોનો સમાવેશ; લોજિસ્ટિક્સ કનેક્ટિવિટી સુધારવા અને દક્ષિણ ગુજરાતને વૈશ્વિક સપ્લાય ચેઈનમાં મહત્ત્વપૂર્ણ કેન્દ્ર તરીકે સ્થાપિત કરાશે…
દક્ષિણ ગુજરાતમાં ઔદ્યોગિક ક્લસ્ટરો, બંદરો અને લોજિસ્ટિક્સ હબ વચ્ચેનું જોડાણ મજબૂત થશે; સુરતનું સ્ટ્રેટેજિક લોકેશન તેના વિકાસને ગતિ આપશે…








