ગાંધીનગર
તા. 12 માર્ચ, દાંડીકૂચ દિવસ; સત્યાગ્રહની ગાથા કહેતું ગાંધીનગર જિલ્લાનું આધુનિક સ્મૃતિ તીર્થ એટલે દાંડી કુટીર…
તા. 12 માર્ચ, 1930ના રોજ સાબરમતી આશ્રમથી શરૂ થયેલી ઐતિહાસિક દાંડીકૂચ એ કેવળ એક પદયાત્રા નહોતી, પરંતુ બ્રિટિશ સામ્રાજ્યના અન્યાયની વિરુદ્ધ જનક્રાંતિનો હુંકાર હતો; ગાંધીનગર સ્થિત ‘દાંડી કુટીર’ તે આંદોલનની તીવ્રતા તેમજ ગાંધીજીના વિચારોને આધુનિક શૈલીમાં રજૂ કરે છે…
દાંડી કુટીરની વિશેષતા એ તેનો આકાર છે, આ મ્યુઝિયમ મીઠાના ઢગલા જેવો આકાર ધરાવે છે જે સીધો જ મીઠાના સત્યાગ્રહ સાથે સંબંધ દર્શાવે છે તેમજ આ દાંડી કુટીર આધુનિક ટેક્નોલોજી અને ઈતિહાસનો સંગમ છે…
ગાંધીનગર સ્થિત દાંડી કુટીર એ માત્ર પર્યટન સ્થળ નથી પરંતુ, એક ‘અનુભૂતિ’ છે. જેનું નિર્માણ ગુજરાત સરકાર દ્વારા મહાત્મા મંદિર સંકુલના ભાગરૂપે કરવામાં આવ્યું છે અને અહીં દાંડી કૂચના મહત્ત્વના દ્રશ્યોને એ રીતે કંડારવામાં આવ્યા છે કે જાણે તમે પણ તે પદયાત્રાના હિસ્સો હોવ…








