રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના સંગીતાબેન દેશમુખનું બહુમાન…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

દિલ્હી

કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા નવી દિલ્હી ખાતે આયોજિત ‘જલ મહોત્સવ – 2026’માં ડાંગ જિલ્લાએ રાષ્ટ્રીય ફલક પર સિદ્ધિ હાંસલ કરી; ડાંગના વઘઈ તાલુકાના ઘોડવહળ ગામની પાણી સમિતિના સભ્ય સંગીતાબેનને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પ્રશંસાપત્ર આપી સન્માનિત કરાયા…

ડાંગના સંગીતાબેનને ગ્રામીણ વિસ્તારોમાં ‘જલ જીવન મિશન’ હેઠળ શુદ્ધ પાણી પૂરું પાડવાના અભિયાનમાં “FTK આધારિત પાણીની ગુણવત્તાની દેખરેખ”માં ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ સન્માનિત કરાયા…

આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જળ સંરક્ષણમાં સેલ્ફ-હેલ્પ ગ્રુપ્સ અને મહિલાઓની ભૂમિકાને બિરદાવતા ‘જલ મહોત્સવ’ને એક જન આંદોલન ગણાવ્યું…

Leave a Comment

और पढ़ें