ગાંધીનગર

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ગુજરાત વિધાનસભા ખાતે ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યૂરોના ઉપક્રમે ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ યોજાયો;
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ઉપાધ્યક્ષ પૂર્ણેશભાઈ મોદી, મંત્રીમંડળના સભ્યો, સાંસદઓ, ધારાસભ્યઓ સહિત અન્ય મહાનુભાવો તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ઉપસ્થિતિ રહ્યા…
જળ, જમીન, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય બચાવવા પ્રાકૃતિક ખેતી જ શ્રેષ્ઠ વિકલ્પ: માન. રાજ્યપાલ
માનવજાત અને પ્રકૃતિના રક્ષણ માટે પ્રાકૃતિક ખેતી અપનાવવી અનિવાર્ય: માન. અધ્યક્ષ
‘પહેલું સુખ તે જાત નિરોગી’ આ પરંપરાગત ઉક્તિ માટે પ્રાકૃતિક ખેતી જ તારણોપાય છે: મુખ્યમંત્રી








