નર્મદા

નર્મદા જિલ્લાના નીલકંઠધામ-પોઈચા ખાતે આયોજિત માહિતી ખાતાની બે દિવસીય ચિંતન શિબિરનું સમાપન; ‘સેવા એ જ સાધના, શબ્દની આરાધના’ના મંત્ર સાથે માહિતી ખાતાના અધિકારીઓનું સામૂહિક ચિંતન.
આ ચિંતન શિબિરમાં માહિતી ખાતાની કામગીરી સાથે સંકળાયેલા વર્ગ 1-2ના અધિકારીઓએ જન કલ્યાણકારી યોજનાઓને વધુ અસરકારક રીતે સામાન્ય જન સુધી પહોંચાડવા સંદર્ભે પ્રત્યાયન માધ્યમોના બદલાતા જતા પ્રવાહો અને ટેકનોલોજીના ઉપયોગ તેમજ પડકારો બાબતે મંથન કર્યું.
પ્રસાર-પ્રચારની કામગીરીમાં સતત અપગ્રેડેશન અને દુનિયાના બદલાતા પ્રવાહો સાથે કામમાં બદલાવ જરૂરી : પૂર્વ માહિતી નિયામક વી.એસ. ગઢવી
આ પ્રસંગે મુખ્યમંત્રીના અધિક જનસંપર્ક અધિકારી વિવેકભાઈ ત્રિવેદી, અધિક માહિતી નિયામક અરવિંદભાઈ પટેલ, સંયુક્ત માહિતી નિયામકઓ, નાયબ માહિતી નિયામકઓ, સહાયક માહિતી નિયામકઓ ઉપસ્થિત રહ્યા.








