આસામ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આસામથી ₹5450 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોના ઉદ્ઘાટન અવસરે સ્વચ્છ, વિશ્વસનીય અને ટકાઉ પરિવહનને પ્રોત્સાહન આપતી પીએમ ઇ-બસ સેવા યોજના અંતર્ગત ભાવનગર શહેરમાં 50 ઇ-બસોને લીલી ઝંડી આપી
ગુજરાતમાં આ યોજનાના અમલીકરણ માટે ગુજરાત શહેરી વિકાસ મિશન (GUDM) ને ગુજરાતના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગની રાજ્ય નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે. આગામી સમયમાં રાજ્યના આઠ શહેરોમાં આ યોજના અંતર્ગત 750 બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.








