નર્મદા

‘સેવા એ જ સાધના, શબ્દની આરાધના’; નર્મદા જિલ્લાના નીલકંઠ ધામ-પોઈચા ખાતે આયોજિત માહિતી ખાતાની બે દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ
માહિતી ખાતાની કામગીરી સાથે સંકળાયેલા રાજ્યભરના વર્ગ 1-2ના અધિકારીઓ આ બે દિવસીય ચિંતન શિબિરમાં જન કલ્યાણકારી યોજનાઓને વધુ અસરકારક રીતે છેવાડાના માનવીઓ સુધી પહોંચાડવા સંદર્ભે પ્રત્યાયન માધ્યમોના બદલાતા જતા પ્રવાહ અને ટેક્નોલોજીના ઉપયોગ તેમજ પડકારો બાબતે મનોમંથન કરશે.
માહિતી ખાતાની ભૂમિકા માત્ર સરકારી યોજનાઓના પ્રચાર-પ્રસાર પૂરતી મર્યાદિત નથી, પણ સરકાર અને જનતા વચ્ચે વિશ્વાસનો સેતુ બાંધવાની છે : માહિતી કમિશનર કે. એલ. બચાણી
આ પ્રસંગે માહિતી અને પ્રસારણ વિભાગના ઉપસચિવ દીપ પટેલ, મુખ્યમંત્રીના અધિક જનસંપર્ક અધિકારી વિવેકભાઈ ત્રિવેદી, અધિક માહિતી નિયામક અરવિંદભાઈ પટેલ, સંયુક્ત માહિતી નિયામકઓ, નાયબ માહિતી નિયામકઓ, સહાયક માહિતી નિયામકઓ ઉપસ્થિત રહ્યાં.









