અમદાવાદ


મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને AMC સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત ‘શતાબ્દી શિક્ષા મહોત્સવ’ અંતર્ગત નવનિર્મિત સ્કૂલ બોર્ડ ભવન તથા સ્માર્ટ શાળાઓના લોકાર્પણ અને શ્રેષ્ઠ શાળાઓ તથા શિક્ષકોના એવોર્ડ વિતરણનો કાર્યક્રમ સંપન્ન.
સ્કૂલ બોર્ડના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે ઉજવાયેલા ‘શતાબ્દી શિક્ષા મહોત્સવ’ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજા આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા.
શિક્ષણથી રાષ્ટ્રનિર્માણના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મંત્રને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ મૂલ્યનિષ્ઠ શિક્ષણ થકી સાકાર કરી રહી છે : મુખ્યમંત્રી
શતાબ્દી શિક્ષા મહોત્સવ એ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ ગુજરાતની સંસ્કારિતા અને બૌદ્ધિક વિકાસનું જીવંત પ્રમાણ : શિક્ષણ મંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમન વાજા









