ગાંધીનગર

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૌજન્ય મુલાકાત લેતા ભારત-નેપાળ અને શ્રીલંકા તથા માલદીવ્સના ઝિમ્બાબ્વીયન એમ્બેસેડર સ્ટેલા નકોમો તેમજ ઈન્ડસ્ટ્રી એન્ડ કોમર્સના ડેપ્યુટી મિનિસ્ટર રાજેન્દ્ર કુમાર મોદી અને ડેલીગેશન; ઝિમ્બાબ્વેના સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝ સેક્ટરને ગુજરાતના SME સેક્ટરની સ્કિલ અને એક્સપર્ટિઝનો સહયોગ મળે તે અંગે ફળદાયી ચર્ચા-પરામર્સ.
અમદાવાદ ખાતે તા. 11થી 15 ફેબ્રુઆરી દરમિયાન આયોજિત સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મંડળના 12મા ટ્રેડ શૉમાં સહભાગી થવા આ ડેલિગેશન ગુજરાત આવેલું છે; મુખ્યમંત્રીએ વાઈબ્રન્ટ સમિટ-2027 અને વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં સહભાગી થવા આમંત્રણ પાઠવ્યું.
ઝિમ્બાબ્વેના એમ્બેસેડર અને ડેપ્યુટી મિનિસ્ટરએ આ સંદર્ભમાં કહ્યું કે, ગુજરાત મેન્યુફેક્ચરિંગ હબ, ઑટો હબ અને ઉભરતા સેકટર એવા સેમિકન્ડક્ટરમાં પણ હબ બનવા સાથે MSME સેક્ટરમાં પણ અગ્રેસર છે તેનો લાભ લેવા ઝિમ્બાબ્વે ઉત્સુક છે.








