સુરેન્દ્રનગર

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સુરેન્દ્રનગર ખાતેથી ₹539.26 કરોડના 33 વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરીને નાગરિકોને વિવિધ સુવિધાઓની ભેટ આપી.
‘નલ સે જલ’ યોજના, રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ અને સી.સી. રોડ જેવા મહત્ત્વના કામો જનતાને અર્પિત કરાયા.
વિકાસ કામોમાં સુરેન્દ્રનગર શહેર-જિલ્લાના લોકોના “ઈઝ ઓફ લિવિંગ”ને પ્રાથમિકતા અપાઈ : મુખ્યમંત્રી
મુખ્યમંત્રીએ છેવાડાના માનવી સુધી વિકાસના લાભો પહોંચાડવા માટે ટીમ ગુજરાતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવા સાથે શહેરોના સર્વાંગી વિકાસ થકી વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણનો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો.









