પક્ષી પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન કચ્છનું છારી-ઢંઢ જળપ્લાવિત ક્ષેત્ર

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

[responsivevoice_button voice="Hindi Female"]

કરછ

છારી-ઢંઢની આસપાસ કુલ 283 પ્રજાતિનાં પક્ષીઓ નોંધાયા છે, જેમાં વૈશ્વિક સ્તરે મહત્ત્વ ધરાવતા ‘ગ્રે હાયપોકોલિયસ’ સહિત 11 વૈશ્વિક સ્તરે જોખમગ્રસ્ત અને 9 ‘નિયર થ્રેટન્ડ’ પ્રજાતિનાં પક્ષીઓનો સમાવેશ થાય છે, જે તેના ઊંચા સંરક્ષણ મૂલ્યને દર્શાવે છે.

રણ અને ઘાસનાં મેદાનોની વચ્ચે આવેલો જળપ્લાવિત વિસ્તારમાં એકસાથે બે લાખથી વધુ પક્ષીઓ જોવા મળી જાય છે અને 187થી વધુ પ્રજાતિના પક્ષીઓ અહીં નોંધાયા છે; ખાસ કરીને એક જ સ્થળે 40,000થી વધુ કુંજ પક્ષીઓ જોવા મળે છે.

કચ્છ જિલ્લામાં આવેલ છારી-ઢંઢને ગુજરાતની પાંચમી રામસર સાઇટ તરીકે પસંદ કરવામાં આવ્યું છે; અત્યાર સુધીમાં અહીં 52થી વધુ દેશોના પ્રવાસીઓ મુલાકાત લઇ ચૂક્યા છે અને આ દેશોમાંથી નિયમિત રીતે આ વિસ્તારની જૈવ વિવિધતા જોવા માટે અહીં આવે છે.

Leave a Comment

और पढ़ें