દાદા એ બનાસકાંઠાની દીકરી સામ્યાને આપેલું વચન નિભાવ્યું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

બનાસકાંઠા

‘દાદા, તમે આવશો ને?’

મુખ્યમંત્રીએ બનાસકાંઠાની દીકરી સામ્યાની લાગણીને આપ્યું માન; વીડિયો સંવાદમાં આપેલા વચનથી શાળાની મુલાકાત સુધી.

ગત વર્ષે યોજાયેલ સ્કૂલ વ્યવસ્થાપન કમિટીના એક વીડિયો સંવાદ દરમિયાન બનાસકાંઠા જિલ્લાની દીકરી સામ્યાએ સહજતા સાથે મુખ્યમંત્રીને પૂછ્યું હતું કે ‘દાદા, તમે અમારી સ્કૂલમાં ક્યારે આવશો?’; ત્યારે મુખ્યમંત્રીએ લાગણીસભર જવાબ આપતાં કહ્યું હતું કે, ‘હું જ્યારે ત્યાં આવીશ ત્યારે ચોક્કસ મળવા આવીશ’

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠાની દીકરી સામ્યાની લાગણીને માન આપી, અગાઉ આપેલા વચનને પૂર્ણ કરવા પી.એમ.શ્રી ઉત્તમપુરા (ડાંગીયા) અનુપમ પ્રાથમિક શાળાની રૂબરૂ મુલાકાત લીધી અને શાળાના વિદ્યાર્થીઓ સાથે આત્મીય સંવાદ સાધ્યો.

આ પ્રસંગે દીકરી સામ્યાએ પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું કે, “મેં દાદાને કહ્યું હતું કે તમે અમને મળવા આવશો ને… દાદાએ વાત યાદ રાખી અને આજે મારું અને મારી સ્કૂલનું સપનું પૂરું કર્યું.” જેના પ્રતિસાદરૂપે મુખ્યમંત્રીએ દીકરીને આશીર્વાદ આપતાં કહ્યું કે – “ભણીને કલેક્ટર બનજે.”

Leave a Comment

और पढ़ें