મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આદ્યશક્તિ ધામ અંબાજીમાં કુલ ₹1632 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત કર્યા.

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અંબાજી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આદ્યશક્તિ ધામ અંબાજીમાં કુલ ₹1632 કરોડના અંદાજિત ખર્ચે નિર્માણ થનારા ‘અંબાજી કોરિડોર’ના પ્રથમ તબક્કાના ₹950 કરોડના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત રાજ્યના મંત્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન કર્યા.

પ્રથમ તબક્કામાં મલ્ટિલેવલ પાર્કિંગ, અંડરપાસ રોડ, યાત્રી નિવાસ, પાથ-વે, શક્તિપથ, શક્તિ કોરીડોર, એમ્ફી થિયેટર સહિતની બહુવિધ સુવિધાઓનું નિર્માણ કરાશે.

વડાપ્રધાનના નેતૃત્વમાં અંબાજી-તારંગા-રેલ પ્રોજેક્ટથી સરળ કનેક્ટિવિટી અને સ્થાનિક આર્થિક વિકાસને વેગ મળશે : મુખ્યમંત્રી

મુખ્યમંત્રીએ અંબાજી ધામમાં આવનારા દરેક યાત્રાળુઓ અને પ્રવાસીઓને સ્થાનિક ઉત્પાદનો ખરીદી ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો તેમજ માઁ આંબાના આશીર્વાદથી આત્મનિર્ભર અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવાનો દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો.

Leave a Comment

और पढ़ें