અમદાવાદ

આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના વરદ્હસ્તે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘પરંપરાગત આદિવાસી હસ્ત કલાકૃતિ, આહાર અને વનૌષધિય વેચાણ-પ્રદર્શન મેળા’નો પ્રારંભ
ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી દ્વારા આયોજિત આ મેળો આગામી 3 ફેબ્રુઆરી સુધી નગરજનો માટે ખુલ્લો રહેશે; આદિવાસી સમુદાયના આર્થિક ઉત્કર્ષ અને તેમની વિરાસતને શહેરી જનતા સુધી પહોંચાડવાના હેતુથી તમામ કલાકારોને અહીં નિઃશુલ્ક સ્ટોલની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે
આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાગત મૂલ્યોના અદ્ભુત પ્રદર્શનની સાથે મેળામાં 112થી વધુ હસ્ત કલાકારો અને વૈદુ ભગતો દ્વારા કુલ 75 સ્ટોલના માધ્યમથી કુદરતી વનૌષધિઓ, શુદ્ધ આદિજાતિ આહાર અને કલાત્મક ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવશે.










