તા. 30 જાન્યુઆરી, વિશ્વ રક્તપિત્ત દિવસ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગાંધીનગર

ગુજરાતના 25 જિલ્લાઓમાં રક્તપિત્તનો વ્યાપ દર 10,000 વસ્તી દીઠ 1 કરતાં પણ ઓછો, છેલ્લાં 3 વર્ષમાં 11,640+ દર્દીઓને મળ્યું નવું જીવન.

કેન્દ્ર સરકારની થીમ ‘Ending Discrimination, Ensuring Dignity’ને અનુરૂપ ગુજરાતમાં રકતપિત્ત રોગ વિશે જાગૃતિ લાવવા માટે તા. 30 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી દરમિયાન “સ્પર્શ રક્તપિત્ત જાગૃતિ અભિયાન – પખવાડિયા”નું આયોજન

આ અભિયાનનો ઉદ્દેશ રક્તપિત્ત વિશેની ખોટી માન્યતાઓને દૂર કરવાનો અને અસરગ્રસ્ત દર્દીઓ પ્રત્યે આદર, સ્વીકૃતિ તેમજ માનવીય ગૌરવને સુનિશ્ચિત કરવાનો

રક્તપિત્તની સારવારથી આગળ વધીને ગુજરાતે અપનાવ્યું ગૌરવ અને પુનર્વસનનું મૉડેલ, 81 રીકન્સ્ટ્રક્ટિવ સર્જરી; 26,120+ માઈક્રો સેલ્યુલર રબર શૂઝનું નિ:શુલ્ક વિતરણ કરાયું.

 

Leave a Comment

और पढ़ें