અમદાવાદ

ફૂલોથી કંડારેલી મનમોહક કૃતિઓ નિહાળી મહેમાનો મંત્રમુગ્ધ.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ હિમાચલ પ્રદેશના પ્રતિનિધિ મંડળ સાથે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ અને અટલબ્રિજ ની મુલાકાત લીધી
‘ભારત એક ગાથા’ થીમ આધારિત ફ્લાવર શૉમાં ગુજરાતની કલા, સંસ્કૃતિ સહિત વિકાસના મોડેલને પ્રદર્શિત કરતા વિવિધ સ્કલ્પચર્સને હિમાચલ પ્રદેશના મહેમાનોએ બિરદાવ્યાં.
આ મુલાકાત દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાનીએ રાજ્યપાલ અને પ્રતિનિધિ મંડળને ફ્લાવર શૉના આયોજન, તેની પૂર્વ તૈયારીઓ અને વિવિધ કલાત્મક કૃતિઓની તકનીકી વિગતોથી માહિતગાર કર્યા.









