અમદાવાદ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ એ અમદાવાદના સાબરમતી નદીના તટે ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી; આ પ્રસંગે બંને મહાનુભાવોએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી…
વડાપ્રધાન અને જર્મનીના ચાન્સેલરએ સાબરમતી આશ્રમમાં ગાંધીજીના નિવાસસ્થાન હૃદયકુંજની મુલાકાત લઈ રેંટિયો કાંતવાની પ્રક્રિયા નિહાળી તેમજ મહાત્મા ગાંધીજીના સાદગીપૂર્ણ જીવન, આત્મ નિર્ભરતાના સંદેશ, સત્ય અને અહિંસાના મૂલ્યો અંગે ઊંડો આદર ભાવ વ્યક્ત કર્યો.
જર્મનીના ચાન્સેલરએ સાબરમતી આશ્રમની મુલાકાત વેળાએ વિઝિટર્સ બૂકમાં સંદેશ લખ્યો કે, સ્વતંત્રતાની શક્તિ અને દરેક વ્યક્તિના મનમાં મહાત્મા ગાંધીનો અડગ વિશ્વાસ આજે પણ આપણને પ્રેરણા આપે છે.









