અમદાવાદ

અમદાવાદના આકાશમાં રંગોનો ઉત્સવ…
માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મૅર્ઝએ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પતંગ ચગાવીને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ (IKF-2026)નો ભવ્ય પ્રારંભ કરાવ્યો; મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિ…
માન. વડાપ્રધાન તથા જર્મન ચાન્સેલરએ ખાસ તૈયાર કરવામાં આવેલી અમદાવાદની પોળ અને હવેલીની સ્થાપત્યકલાની પ્રતિકૃતિની મુલાકાત લીધી; હેરિટેજ વોકવે પર પતંગ મ્યુઝિયમ અને આઈકોનિક ફોટો વોલને નિહાળતા બંને મહાનુભાવોએ વિવિધ રાજ્યની, અલગ અલગ કાગળ અને બનાવટની પતંગો વિશે ઊંડાણપૂર્વકની જાણકારી મેળવી સાથે જ પતંગ બનાવનારા કારીગરો દ્વારા પતંગ બનાવવાની કળાનું જીવંત નિદર્શન પણ રસપૂર્વક નિહાળ્યું…










