ઉરછલ
તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાની જુની કાચલી પ્રાથમિક શાળામાં બેગલેસ ડે હેઠળ બાળકોમાં પ્રકૃતિ પ્રત્યે લગાવ અને પર્યાવરણ શિક્ષણના આશય સાથે વિવિધ વનસ્પતિના “બીજ”નું ભવ્ય પ્રદર્શન યોજાયું હતું. જેમાં કુદરતી સંપદા અને દુર્લભ વનસ્પતિઓના મહત્વ વિશે પ્રત્યક્ષ જ્ઞાન પણ મેળવ્યું હતું.
આ કાર્યક્રમમાં પર્યાવરણપ્રેમી વિજેશભાઈ ગામીત દ્વારા વિવિધ દુર્લભ વનસ્પતિઓના બીજોનું પ્રદર્શન ગોઠવી બાળકોને પ્રકૃતિ સંરક્ષણનું માર્ગદર્શન આપ્યું હતું. આ અનોખા પ્રદર્શનમાં બાળકોને “સીડ બોલ” બનાવવાની પ્રક્રિયા અને તેની ઉપયોગિતા વિશે વિગતવાર સમજણ આપવામાં આવી હતી, તેમજ તૈયાર સીડ બોલનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શાળાના આચાર્ય પિંકલભાઈ ગામીત, ઉપશિક્ષક અનિલભાઈ વસાવા, ગ્રામ અગ્રણી પરેશભાઈ વસાવા અને એસ.એમ.સી. સભ્યોએ ઉપસ્થિત રહ્યા હતા.








