રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે સોનગઢ ખાતેથી નવીન ‘ગુર્જર નગરી’ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સોનગઢ વિકાસ શાહ

રમતગમત અને પ્રવાસન રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીત શનિવારે તાપી જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. આ મુલાકાત દરમિયાન તેઓએ સોનગઢ બસ સ્ટેશન ખાતેથી મુસાફરોની સુવિધામાં વધારો કરતા નવનિર્મિત બસોનું લોકાર્પણ કર્યું હતું.

​ઉકાઈથી અંબાજી રૂટ પર મુસાફરોની સવલત માટે બે નવીન ‘ગુર્જર નગરી’ બસો ફાળવવામાં આવી છે. જૂની બસોના સ્થાને હવે મુસાફરો આ બસોમાં આરામદાયક સફર કરી શકશે. મંત્રીશ્રીએ બસ સ્ટેશન પર મુસાફરો સાથે સીધો સંવાદ કર્યો હતો. આ પ્રસંગે તેઓએ એસ.ટી. સ્ટાફ અને મુસાફરોને બસ સ્ટેશન તેમજ બસોમાં સ્વચ્છતા જાળવવા માટે પ્રેરક સંદેશ આપ્યો હતો.

Leave a Comment

और पढ़ें