વ્યારાની વિદ્યા ગુર્જરી શાળામાં ‘વીર બાલ દિવસ’ની ઉજવણી કરાઈ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વ્યારા વિકાસ શાહ

વ્યારાના પનિયારી સ્થિત વિદ્યા ગુર્જરી પ્રાથમિક અને માધ્યમિક શાળા ખાતે ‘વીર બાલ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે વિદ્યાર્થીઓમાં સાહસ અને રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત કરવાના હેતુથી નિબંધ સ્પર્ધા, વાર્તા કથન અને ચિત્રકલા જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું.

આ કાર્યક્રમનો મુખ્ય આશય બાળકોને દેશના સુવર્ણ ઇતિહાસ તેમજ શૌર્ય અને સાહસથી સભર વીરગાથાઓથી માહિતગાર કરવાનો હતો. મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓ સમજી શકે તેવી સરળ ભાષામાં ઇતિહાસનું વર્ણન કરવામાં આવ્યું હતું, જેને બાળકોએ ઉત્સાહપૂર્વક આત્મસાત કર્યું હતું.

ચિત્રસ્પર્ધા દરમિયાન વિદ્યાર્થીઓએ ગુરુ ગોવિંદસિંહજીના સાહેબજાદાઓના સુંદર ચિત્રો દોરીને તેમની શૌર્યગાથાને અનોખી રીતે વંદન કર્યા હતા.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ શીખ ધર્મના દસમા ગુરુ શ્રી ગુરુ ગોવિંદસિંહજીના સાહેબજાદાઓના ગૌરવશાળી ઇતિહાસ અને તેમના સર્વોચ્ચ બલિદાન વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.

આ પ્રસંગે કુલીનભાઈ પ્રધાન તરફથી શાળાના પુસ્તકાલય માટે ‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા સંચયન’ પુસ્તક ભેટ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી કેયુરભાઈ શાહ, જિલ્લા-તાલુકાના અગ્રણીઓ સર્વ વિપુલભાઈ ગામીત, અક્ષયભાઈ પંચાલ, વિમલભાઈ ગામીત અને મનિષભાઈ ગામીત સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment

और पढ़ें