વાલોડ તાલુકાના બાજીપુરમાં બ્રહ્માકુમારીઝની બીલીયન મિનિટ્સ ઓફ પીસ પ્રોજેક્ટ હેઠળ શાંતિ યાત્રા યોજાય

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વિકાસ શાહ

પ્રજાપતિ બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા હીરક જયંતિ મહોત્સવ બીલીયન મિનિટ્સ ઓફ પીસ પ્રોજેક્ટ હેઠળ સમગ્ર વિશ્વમાં શાંતિમય સંસારના નિર્માણ હેતુ બ્રહ્માકુમારીઝ ગુજરાત દ્વારા સમગ્ર રાજ્યમાં શાંતિ પદયાત્રાનું વિશાળ સ્તરે આયોજન કરવામાં આવેલ છે .

ગુજરાતના 500 જેટલા શહેરો નગરો તથા 500 જેટલા ગામોમાં આયોજિત આ શાંતિ પદયાત્રા માં બ્રહ્માકુમારીઝ ના શ્વેત વસ્ત્ર ધારી સેકડો રાજ્યોગી ભાઈઓ તથા બહેનો એક જ દિવસે એક જ સમયે મૌનના મંત્ર સાથે શાંતિ દૂધ બનીને સામેલ થયા હતા.

આ યાત્રાને બ્રહ્મકુમારીઝ સેવા કેન્દ્ર થી સમીરભાઈ ભક્તા દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન થઈ હાઈસ્કૂલ, રામજી મંદિર, બસ સ્ટેન્ડ, વલ્લભનગર સોસાયટી થઈ પરત બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર ખાતે પૂર્ણ થઈ હતી.

આ યાત્રામાં મુખ્ય મહેમાન તરીકે સમીરભાઈ ભક્તા (ચેરમેન મઢી સુગર ફેક્ટરી) તથા અશેષ ભાઈ ભક્તા ( ચેરમેન એપીએમસી માર્કેટ ) વાલોડ હાજર રહ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન બાજીપુરા બ્રહ્માકુમારીઝ કેન્દ્રના પ્રિતિ દીદીના માર્ગદર્શન હેઠળ પૂર્ણ થયું હતું.

Leave a Comment

और पढ़ें