શ્રી સત્ય સાંઈબાબાના ૧૦૦મા જન્મદિવસની વાલોડ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વિકાસ શાહ

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના મુખ્ય મથકે આવેલ ઉદ્યોગ વાળીના પટાંગણમાં શ્રી સત્ય સાંઈબાબા ના ૧૦૦માં જન્મદિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઉજવણી ની શરૂઆત સેવાકીય પ્રવૃત્તિઓની સાથે કરવામાં આવી હતી. આ સેવાકીય પ્રવૃત્તિઓમાં નિરાધાર વૃદ્ધો, વિકલાંગ બહેનોને રાશન કીટની, સહાય કપડાનું વિતરણ તથા સરકારી દવાખાનામાં નારાયણ સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી સત્ય સાંઈબાબાના જન્મદિવસ નિમિત્તે સાંજના સમયે ભજન, આરતી તથા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. વાલોડ નગર તથા આજુબાજુના ગામોમાંથી ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પધાર્યા હતા અને આ ઉજવણીમાં ભાગ લીધો હતો.

આ પ્રસંગે અમર સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ સતિષભાઈ રાઠોડ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.

 

Leave a Comment

और पढ़ें