વ્યારા વિકાસ શાહ
શ્રી સત્ય સાઈ બાબા ના જન્મ દિવસ નિમિતે વ્યારા નગરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં સૌ પ્રથમ સવારે નગર કીર્તન થી શરૂઆત કરવામાં બાબાના પાદુકા દર્શન અને પછી
શ્રી સત્ય સાઈ સેવા સમિતિ વ્યારા દ્વારા વ્યારા નગર માં શોભા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું, જે શ્રી સાઈ કૃપા માંગલ્ય ધામ થી નીકળી સુરતી બાજા થઈ રામજીમંદિર થઈ મેઈન બજાર, જૂના બસ સ્ટેન્ડ, સયાજી ગ્રાઉન્ડ થઈ પરત સાઈ કૃપા માંગલ્ય ધામ ફરી હતી.
આ શોભા યાત્રા દ્વારા વ્યારા નગરમાં બાબા ના સંદેશ સૌને પ્રેમ કરો સૌ ની સેવા કરો
ના મેસેજ સાથે નીકળી હતી
શોભા યાત્રા પૂર્ણ થયા બાદ બાબાના જન્મ દિવસની કેક કાપવામાં આવી અને મહા આરતી કરવામાં આવી હતી અને ત્યાર બાદ મહા પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ગૌરવ ભરતભાઈ નાયક દ્વારા કરવામાં આવ્યું હતું.











