વ્યારા કેવીકે ખાતે ખેડૂત શિબિર અને વડાપ્રધાનનો લાઈવ વેબકાસ્ટિંગ કાર્યક્રમ યોજાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વિકાસ શાહ

ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR), નવી દિલ્હી દ્વારા પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા સંચાલિત તાપી જિલ્લાનું એકમાત્ર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે કાર્યરત છે. આ કેંન્દ્ર ખાતે ગઈ કાલે ૧૯ નવેમ્બરના રોજ નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. એચ. આર. શર્માના માર્ગદર્શન હેઠળ પી. એમ. કિસાન યોજના અંતર્ગત ખેડૂત શિબિર અને પ્રધાન મંત્રીનો લાઈવ વેબકાસ્ટિંગ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ હતુ.

આ કાર્યક્રમમાં તાપી જિલ્લાના ખેડૂત ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.નિતીનભાઈ ગામીત દ્વારા ખેડૂતોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે અવગત કરી વધુને વધુ ખેડૂતો કૃષિલક્ષી યોજનાઓનો લાભ મેળવતા થાય એ અંગે ખેડૂતોને માર્ગદર્શિત કર્યા હતા. ડૉ. એચ. આર. જાદવ, વૈજ્ઞાનિક દ્વારા શિયાળુ પાકોની વૈજ્ઞાનિક ખેતી તથા પ્રાકૃતિક ખેતીમાં રોગજીવાત વ્યવસ્થાપન અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડો.અર્પિત જે. ઢોડિયા, વૈજ્ઞાનિક દ્વારા પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ વ્યવસ્થાપન અને ખેતી ખર્ચ ઘટાડવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રતિભા કોંકણી દ્વારા ચણાની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ અને પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Leave a Comment

और पढ़ें