ગાંધીનગર
મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ગુજરાત સેમીકનેક્ટ કોન્ફરન્સ 2026ના શુભારંભ બાદ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, ગુજરાતમાં રેલવેના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા ઐતિહાસિક નિર્ણયોને પરિણામે રાજ્યમાં પરિવહન અને કનેક્ટિવિટીના એક નવા યુગની શરૂઆત થઈ છે…
ગુજરાતમાં રેલ નેટવર્ક અને મુસાફરોની સુવિધામાં વધારો કરવા આ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા ₹17,366 કરોડનું રેકોર્ડબ્રેક બજેટ;
રાજ્યના કુલ 87 સ્ટેશનોને ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ અંતર્ગત વર્લ્ડ ક્લાસ બનાવવા માટે પસંદ કરવામાં આવ્યા છે. જેમાંથી 21 સ્ટેશનોનું કામ અત્યાર સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવ્યું છે…
કેન્દ્ર સરકાર દ્વારા આગામી વર્ષે બુલેટ ટ્રેન કાર્યરત કરવાની તૈયારીમાં છે. જ્યારે આ પ્રોજેક્ટ પૂર્ણ થશે, ત્યારે અમદાવાદથી મુંબઈની મુસાફરી 350 કિમી/કલાકની ઝડપે માત્ર 01 કલાક 57 મિનિટના સમયમાં પૂર્ણ થશે…







