ગાંધીનગર

‘ગુજરાત અંદાજપત્ર : 2026-27’ માટે આદિવાસીઓના દેવી ‘કંસરી દેવી’ના ચિત્ર સાથે વારલી ચિત્રકલાવાળી આકર્ષક બજેટ પોથી પસંદ કરાઈ; છેલ્લાં ચાર વર્ષથી ગુજરાતની બજેટ પોથી પર ‘વારલી’ ચિત્રકલાને સ્થાન આપવાની પરંપરા.
વારલી ચિત્રકલા 1200 વર્ષ જૂની છે; બજેટ પોથી પર આ ચિત્રને સ્થાન આપી વારલી ચિત્રકલાને જીવંત રાખવા માટે ગુજરાત સરકાર દ્વારા એક ઉમદા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
કંસરી દેવી – આદિવાસીઓના દેવી છે, જ્યારે પણ કોઈના ઘરમાં લગ્ન થાય, ખેતરમાંથી નવું ધાન નીકળે કે કોઈપણ શુભ પ્રસંગ હોય ત્યારે કંસરી દેવીની સ્થાપના કરવામાં આવે છે, પૂજા કરવામાં આવે છે.








