વડનગર

2500 વર્ષ જૂનો ગૌરવશાળી ઈતિહાસ ધરાવતા વડનગરમાં ઐતિહાસિક સ્થળોનું પુન: સ્થાપન કાર્ય, રોડ-રસ્તાના વિકાસ કાર્યો, તળાવોના આંતરિક જોડાણ, અંડરગ્રાઉન્ડ ઈલેક્ટ્રિફિકેશન અને સોલરાઈઝેશન થકી વડનગરની કાયાપલટ થશે.
ગાયોના સંરક્ષણ માટે દેશની પ્રથમ ભવ્ય વૃંદાવન ગૌશાળાનું નિર્માણ થશે, જે ગ્રામીણ ગૌ-શાળા વિકાસનું આદર્શ મૉડેલ બનશે.
શહેરમાં ઓવરહેડ વીજ લાઈનને અંડરગ્રાઉન્ડ નેટવર્કમાં રૂપાંતરિત કરી ઘર-સરકારી ઈમારતો પર સોલાર પેનલ ઈન્સ્ટોલેશન દ્વારા વડનગરને ઊર્જાની દ્રષ્ટિએ વધુ ટકાઉ બનાવવામાં આવશે.
સુલભ ટ્રાફિક વ્યવસ્થા અને પ્રવાસીઓના સરળ તેમજ આકર્ષક અનુભવ માટે શહેરના મુખ્ય માર્ગો અને જંક્શનોને હેરિટેજ થીમ આધારિત વિકાસ કરવામાં આવશે; આયોજનબદ્ધ પુનર્વસનની કામગીરી દ્વારા શહેરી જીવનમાં સુધારો કરવામાં આવશે.










