SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) કામગીરી બાદ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી, 4.40 કરોડ મતદારો નોંધાયા.

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગાંધીનગર

ગત તા. 27 ઓક્ટોબર, 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની સતત સાડા ત્રણ માસ સુધી હાથ ધરવામાં આવેલી વિવિધ તબક્કાઓની અસરકારક કામગીરી બાદ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી : 4.40 કરોડ મતદારો નોંધાયા.

મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ બાદ 5.60 લાખ મતદારોનો વધારો (Net Addition) થયો; 50,963 BLOએ ઘરે ઘરે જઈને ગણતરી ફોર્મ આપી મતદારોના મેપિંગ-મેચિંગની કામગીરી સુપેરે પાર પાડી.

આખરી મતદાર યાદી મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઇટ http://ceo.gujarat.gov.in પર પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે, જ્યાં મતદારો પોતાની વિગતો ચકાસી શકે છે; SIR દરમિયાન મળેલા નાગરિકોના અદ્યતન ફોટોગ્રાફ પણ આગામી મતદાર યાદીમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.

તા. 1-1-2026ની લાયકાતની તારીખે 18 વર્ષ પૂરા કરનાર યુવાનો આગામી સમયમાં પણ ફોર્મ નં. 6 ભરીને તેઓનું નામ ભવિષ્યમાં પ્રસિદ્ધ થનારી મતદાર યાદીમાં દાખલ કરાવી શકે છે. વખતોવખત કરવામાં આવતા સતત સુધારણા અંતર્ગત નાગરિકો પણ ફોર્મ નં 6,7 અને 8 ભરી શકશે.

Leave a Comment

और पढ़ें