વાંસદા ગણેશ પટેલ

વાંસદા ગાંધી મેદાનમાં ભવ્ય ‘આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ’ યોજાયો…
ડીજેના તાલે નીકળેલી રેલીમાં માનવમહેરામણ જોઈ ઉપસ્થિત નેતાઓ આશ્ચર્યચકિત થયા
વાંસદા ખાતે પાવન ધરા પર ઉત્સાહ અને ઉમંગ સાથે ‘ આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ ‘ યોજાયો જેમાં ઉપસ્થતી મહાનુભાવોનું સ્વાગત અને સત્કાર કરવામાં આવ્યો હતો.
હનુમાનબારી ચાર રસ્તા ખાતે સાંસદ ધવલભાઈ પટેલની આવવાની કાગડોળે રાજ જોઈ રહ્યા હોય, ધવલભાઈ પટેલની એન્ટ્રી થતાંજ આદિવાસી યુવાનો અને ભાજપના કાર્યકરો દ્વારા વાંસદાની પ્રજાના લોકપ્રિય સાંસદ ધવલભાઈ પટેલને વધાવી લેવામાં આવ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત હનુમાનબારી ચાર રસ્તા ખાતે મુકવામાં આવેલી ભગવાન બિરસામુંડાજીની પ્રતિમાની વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ અને ઉપસ્થિત મહનુભવો દ્વારા પૂજા અર્ચના કરી. હનુમાનબારી ચાર રસ્તાથી હજારોની સંખ્યમાં કાર્યકરો દ્વારા ધવલભાઈ પટેલની આગેવાનીમાં ગાંધીમેદાન સુધી રેલી કાઢવામાં આવી હતી.
હજારોની સંખ્યામાં ઉપસ્થિતિ કાર્યકરોને જોઈ આવનારી 2027ની વિધાનસભાની ચૂંટણીના સમીકરણો બદલાય તો નવાઈ નથી એવી લોકમુખે ચર્ચાઓ પણ જોવા મળી.
ગાંધીમેદાન ખાતે કાર્યક્રમની શરૂવાત દીપપ્રગટ્ય તેમજ આદિવાસી સાંસ્કૃતિક કર્યક્રમ દ્વારા કરવામાં આવી હતી, ત્યાર બાદ કાર્યક્રમમાં ઉપસ્થિત મહનુભવોનું સ્વાગત પુષ્પગુછ તેમજ પરંપરાગત આદિવાસી રીત પ્રમાણે કરવામાં આવ્યું હતું.
મંચ પરથી સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા વિશાળ જનમેદનીને સંબોધન કરી સરકારની યોજનનાઓ અને સરકારની પંચાયત થી પાર્લામેન્ટ સુધીની અવિશ્વસનીય કામગીરી અને વિકાસની દિશામાં હરણફાળ ભરતી સરકારની કામગીરીઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી, તેમજ જાહેર મંચ પરથી જણાવ્યું હતું કે આટલી મોટી વિશાળ જનમેદની જૉઈ આવનાર 2027માં વાંસદામાં ભાજપનો ધારસભ્ય હું નિશ્ચિત પણે લાવીશ એવો હુકાર પણ કર્યો હતો ત્યાર બાદ આદિજાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ ગણપતભાઈ વસાવા દ્વારા વિશાળ જનમેદની જૉઈ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો, તેમજ ટૂંકા સમયમાં સાંસદ ધવલભાઈ પટેલની લોકપ્રિયતા આસમાને આંબી હોય જેમના પણ ખૂબ વખાણ કર્યા હતા અને ઉપસ્થિતોનો આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમમાં આદિવાસી સમાજના તેજસ્વી તારલાઓ તેમજ અલગ અલગ ક્ષેત્રમાં કાર્ય કરી નામના મેળવનાર યુવાનોને આદિવાસી રત્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ, ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અને ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ , ધારાસભ્ય વિજયભાઈ પટેલ, મોહનભાઇ ધોડિયા, મોહનભાઇ કોકણી, રાકેશભાઈ દેસાઈ, નવસારી પ્રમુખ ભૂરાભાઈ શાહ, ડાંગ પ્રમુખ કિશોરભાઈ ગાવીત, અશોકભાઈ ધોરજીયા , મહામંત્રી લોચનભાઈ શાસ્ત્રી તેમજ નવસારીના, બીલીમોરા, ગણદેવી, વાંસદના સંગઠનના હોદેદારો, પ્રદેશના હોદેદારો, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો કાર્યકરો તેમજ આદિજાતિ મોરચા પ્રદેશ મહામંત્રી પીયૂષભાઈ પટેલ અને એમની ટીમ દ્વારા કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું.








