રાજ્યપાલનું સાદગીભર્યું જીવન અને પ્રાકૃતિક ખેતી પ્રત્યેનો પ્રેમ સૌ કોઈ માટે પ્રેરણારૂપ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના બે દિવસીય પ્રવાસે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે વહેલી સવારે ભીમગઢમાં પ્રાકૃતિક ખેતીના મૉડેલ ફાર્મની મુલાકાત દરમિયાન હળ ચલાવ્યું તેમજ ગાયનું દોહન કરી ધરતીપુત્રોને પ્રોત્સાહિત કર્યા.

રાજ્યપાલએ મૉડેલ ફાર્મની મુલાકાત દરમિયાન જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો; ખેડૂતો સીધું જ વેચાણ કરી શકે અને ગ્રાહકોને શુદ્ધ આહાર મળી શકે તે માટે તાલુકા સ્તરે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રો શરૂ કરવા અધિકારીઓને સૂચના આપી.

Leave a Comment

और पढ़ें