ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ‘મરામત-નિભાવણી પ્રોત્સાહન પુરસ્કાર યોજના’ અંતર્ગત આદિજાતિ વિસ્તારોમાં પાણી પુરવઠા યોજનાઓનું ઉત્તમ સંચાલન કરતી 258 ગ્રામ પંચાયતોને કુલ ₹5.16 કરોડની પ્રોત્સાહન રકમ એનાયત કરવામાં આવી.
રાજ્યમાં ‘મરામત-નિભાવણી પ્રોત્સાહન અને પુરસ્કાર યોજના’ હેઠળ 11 જિલ્લાઓમાં સૌથી વધુ સાબરકાંઠામાં 57 ગામ, જ્યારે તાપીમાં 52, ભરૂચમાં 27, સુરતમાં 25, નવસારીમાં 24, વલસાડમાં 20, બનાસકાંઠામાં 17, ડાંગમાં 16, અરવલ્લીમાં 15, દાહોદમાં 3 તેમજ પંચમહાલ જિલ્લામાં 2 એમ કુલ 258 ગામોનો સમાવેશ.
રાજ્યના આદિજાતિ વિસ્તારના 11 જિલ્લાઓમાં પીવાના પાણીની આંતરિક યોજનાઓના અસરકારક સંચાલન બદલ નિયત માપદંડોમાં 70 ટકાથી વધુ ગુણ મેળવનાર ગ્રામ પંચાયતોને ₹2 લાખનું પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું.








