સુરત જિલ્લા ભાજપા સંગઠને બજેટને સહર્ષ સ્વીકાર્યું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

બારડોલી

ભારતીય જનતા પાર્ટી ગુજરાત નિર્દેશિત બજેટ પ્રચાર અભિયાન – ૨૦૨૬ અંતર્ગત, શ્રી કમલમ્ સુરત જીલ્લા ભાજપા મધ્યસ્થ કાર્યાલય, બારડોલી ખાતે, જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડ, મહામંત્રીઓ જગદીશભાઈ પારેખ, રોહિતભાઈ પટેલ, તથા જિલ્લાના પદાધિકારીઓ સાથે કેન્દ્રીય બજેટ પ્રસ્તુતિનું જીલ્લા સ્તરીય જીવંત પ્રસારણ સામુહિક રીતે નિહાળયુ હતું.

રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજના લોકો નો સર્વાગી વિકાસ થાય તે માટે નવા બજેટમાં કયા કયા મુદ્દાઓ સ્વીકારી શકાય તે માટે જિલ્લાના આદિવાસી નેતાઓ સાથે બેઠક કરી હતી.

સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના બજેટ પ્રક્રિયા માટે ચર્ચા કરવા માટે શ્રી કમલમ બારડોલી ખાતે જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડ, મહામંત્રીઓ જગદીશભાઈ પારેખ રોહિતભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં એક અગત્યની બેઠક મળી હતી. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ જણાવ્યું હતું, કે આગામી 2026-27 ના વર્ષ માટે હાલ ગુજરાતમાં વિકાસના કામ માટે બજેટ પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વક્રમાજી, સંગઠન મહામંત્રી રત્નાકરજી ,નાયબ મુખ્યમંત્રી સંઘવીજી તથા પ્રદેશ આદિજાતિ મોરચાના પ્રમુખ ગણપતભાઈ વસાવાજી ની ઉપસ્થિતિમાં શ્રી કમલમ ગાંધીનગર ખાતે એક અગત્યની બેઠક મળી હતી. જેમાં ગુજરાત સરકારમાં ધારાસભ્યો ,સંસદ સભ્યો , દ્વારા સમાજના સર્વાંગી વિકાસ માટે કઈ યોજના લાવી શકાય.અને અગાઉની યોજનામાં કોઈ ત્રુટિ રહી ગઈ હોય .તો તેને કઈ રીતે સુધારી શકાય અને જે રીતે દુનિયામાં પરિવર્તન આવી રહ્યા છે. તેમાં સમાજનો વિકાસ અને પ્રગતિ કેવી રીતે કરી શકાય તે માટે આજે સુરત જિલ્લા સંગઠન દ્વારા આજે જિલ્લાના તમામ મંડળના પદાધિકારીઓ, આગેવાનો,કાર્યકર્તાઓ, વેપારીઓ, સીએ , સાથે ચર્ચા વિચારણા કરવા માટે બેઠક કરી હતી. સૂચનો લીધા છે .અને આ સૂચનોની બજેટમાં કરવામાં આવનાર છે.

આ બેઠકમાં જિલ્લા મહામંત્રી જગદીશ ભાઈ પારેખ, રોહિત ભાઈ પટેલ, રાકેશભાઈ ગાંધી, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ જીતુભાઈ પટેલ, તથા જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment

और पढ़ें