ગીધમાળી ડુંગર પર ગેરકાયદેસર દબાણ, છતાં ખ્રિસ્તી મેળાનું આયોજન કેવિ રીતે? દેવ બિરસા સેના

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સોનગઢ જાગીન ગામિત

આજ રોજ દેવ બિરસા સેના દ્વારા સોનગઢ તાલુકાના આંબા ગામ પંચાયત અંતર્ગત આવતો ગીધ માળી ડુંગર પર ગેરકાયદેસર નું દબાણ હટાવવા બાબતે અને ત્યાં ફેબ્રુઆરી મહિનામાં થનાર ખ્રિસ્તી ધર્મના મેળાને અટકાવવા આવેદનપત્ર આપવામાં આવ્યું.

ઉલ્લેખનીય છે કે આદિવાસી વિસ્તારમાં દેવ બિરસા સેના દ્વારા આદિવાસી પરંપરા આદિવાસી સંસ્કૃતિ જળવાઈ તે માટે અનેક વખત ધમૉન્તરણના વિરોધમા આવેદનો વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે.

સોનગઢ તાલુકાના આંબા ગામ પંચાયત અંતર્ગત આવતો ગીધ માળી ડુંગર ઉપર પહેલા આદિવાસીની દેવ કંણીકંસરી નું સ્થાન છે એવું માનવામાં આવે છે જ્યાં આદિવાસી પરંપરા મુજબ આદીવાસી પોતાની જમીનમાં પાકતું અનાજ અહીં આગળ કંણીકંસરી ને ચઢાવી પછી જ ખાવા માટે ઉપયોગ લેવાનો રિવાજ છે. પરંતુ આ વિસ્તારમાં કેટલાક લોકો ધમૉન્તરીત થયા પછી આ ડુંગર પર ગેરકાયદેસર મરીયમ માતાજીનું ખ્રિસ્તી ધર્મનું સ્થાપન કરી દીધું છે એવું દેવ બિરસા સેના દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છેકે આંબા ગામ પંચાયત દ્વારા આ ગીધ માળી ડુંગર પર ગેરકાયદેસર મરીયમ માતાજીનું મંદિરનું દબાણ હટાવવા માટે ત્રણ નોટીસ આપવામાં આવી છે છતાં દબાણ હટાવવાનું દુર ઉપરથી વધારે બાંધકામ કરવામાં આવિ રહ્યુ છે.

 

Leave a Comment

और पढ़ें