ડોલવણ તાલુકાના કલકવા ગામે ‘સુશાસન દિવસ’ની સાંસ્કૃતિક ઉજવણી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્’ સ્વ. અટલ બિહારી વાજપાયીજીની જન્મજયંતી એટલે કે ‘સુશાસન દિવસ’ ની ઉજવણીના ભાગરૂપે વિવિધ જન કલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શ્રેણી અંતર્ગત તાપી જિલ્લા માહિતી કચેરી દ્વારા ડોલવણ તાલુકાના કલકવા ગામે વિશ્વનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં એક ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.

‘અટલ નેતૃત્વ, અવિરત વિકાસ’ ની થીમ પર આધારિત આ લોકડાયરામાં કેળકુઈ ગામના પ્રખ્યાત લોકગાયક ઉલ્લાસ ચંદ્ર જી.ચૌધરી અને શિવરંજની ગ્રુપના કલાકારોએ પોતાની કલા પીરસી હતી. ગાયક કલાકાર શંકરભાઈ ચૌધરી, કી-બોર્ડ વાદક વિપુલભાઈ ચૌધરી અને તબલાવાદક નૈતિક ગામીત સહિતના કલાકારોએ ગીત, સંગીત અને હાસ્યરસ દ્વારા ઉપસ્થિત ગ્રામજનોને મંત્રમુગ્ધ કર્યા હતા. વધુમાં પ્રખ્યાત લોકગાયક તથા કલાકારોએ લોકડાયરાના સથવારે પ્રજાલક્ષી યોજનાઓ અંગે જાણકારી પહોંચાડી હતી.

જિલ્લામાં ૧૯ થી ૨૪ ડિસેમ્બર દરમિયાન સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન વિવિધ વિભાગો દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પારદર્શક મહેસુલી સુધારા, લખપતિ દીદી (મહિલા સશક્તિકરણ), લઘુ ઉદ્યોગને પ્રોત્સાહન કરતી યોજનાઓ, ખેડૂતોને દિવસે વિજળીની ઉપલબ્ધતા માટેની કિસાન સૂર્યોદય યોજના સહિત મુખ્યમંત્રી અલ્પાહાર યોજના વિષયક નાગરિકોને જાણકારી પુરી પાડવામાં આવી હતી.

Leave a Comment

और पढ़ें