રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીત ના અધ્યક્ષ સ્થાને સોનગઢ કોલેજમાં ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ થીમ હેઠળ વિશેષ કાર્યક્રમ યોજાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સોનગઢ વિકાસ શાહ

રમત, ઉદ્યોગ અને પ્રવાસન રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીત ના અધ્યક્ષસ્થાને સોનગઢ આર્ટ્સ અને કોમર્સ કોલેજ, સોનગઢ ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ થીમ હેઠળ યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૦૪૭ ના વિકસિત ભારતની પરિકલ્પના ને વહેલી તકે સાકાર કરવા માટે યુવા પેઢી મજબૂત આધારસ્તંભ છે. આપણે બધા સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરીએ તો દેશના અર્થતંત્રને વેગ મળશે. બને ત્યાં સુધી સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરીને દેશને વિકસિત ભારત તરફ આગળ વધારીશું.

ગાંધીજીએ પણ સ્વદેશી વસ્તુઓના ઉપયોગ પર ભાર મૂક્યો હતો. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વદેશી ચીજવસ્તુઓના ઉપયોગ માટે આહ્વાન કર્યું છે, તેનો આશય દેશને આર્થિક રીતે મજબૂત બનાવી આત્મનિર્ભર અને વિકસિત ભારતનું નિર્માણ કરવાનો છે.

કાર્યક્રમના અંતે ઉપસ્થિતો મહાનુભાવોએ તેમજ ૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓને સ્વદેશી વસ્તુઓના ઉપયોગ અને આત્મનિર્ભર ભારતના સામૂહિક સંકલ્પની પ્રતિજ્ઞા લેવડાવી હતી.

સોનગઢ નગરપાલિકા પ્રમુખ સારિકાબેન પાટીલ, વિજ્ઞાન કોલેજના આચાર્ય ડૉ. મીતાબેન પટેલ, કોમર્સ કોલેજના આધ્યાપિકા પ્રતિમાબેન ગામીત સહિત કોલેજના વિવિધ ફેકલટીના આધ્યાપકો, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Comment

और पढ़ें