ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય રથયાત્રાનું સોનગઢ ખાતે આગમન

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી પ્રસંગે ઉમરગામથી પ્રસ્થાન કરી એકતાનગર તરફ જતી ગૌરવ રથયાત્રા આજે સોનગઢ ખાતે આવી પહોંચતા સોનગઢવાસીઓએ ઢોલ-તૂર-વાજિત્ર અને આદિવાસી નૃત્ય સાથે ગૌરવ રથનું હર્ષોલ્લાસપૂર્વક સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે આદિજાતિ વિકાસ કેબિનેટ મંત્રી અને તાપી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે,દેશ અને સમગ્ર રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું જીવન ખપાવી દેનાર “ભગવાન બિરસા મુંડા જેવા મહાનાયકના બલિદાનને યાદ કરાવતી આ ગૌરવ રથયાત્રા આદિવાસી સમાજના પરિશ્રમ, પરંપરા, સંસ્કૃતિ અને શૌર્યનું સન્માન છે.આજની નવી પેઢીએ ભગવાન બિરાસા મુંડાના જીવન ચરિત્ર વિશે જાણવું જોઈએ.વધુમાં ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. શિક્ષણ, આરોગ્ય, કૃષિ, આવાસ અને જીવનમૂલ્યોમાં સુધારો થાય તે માટે ઐતિહાસિક નિર્ણય લેવા માટે કટીંબાદ્દ છે.

આ તકે રમતગમત રાજ્યમંત્રી ડૉ. જયરાજભાઈ ગામીતે સંબોધન કરતા જણાવ્યું આ ફક્ત ભગવાન બિરસા મુંડાની ૧૫૦ જન્મ જયંતિ ઉજવણી નહીં પરંતુ ભાગવાન બિરસા મુંડાજીએ ખૂબ નાની ઉંમરે આઝાદીના સમયે કરેલ સંઘર્ષોને યાદ કરી તેમના આ ઉમદાકાર્યને પોતાના જીવનમાં ઉતારવા માટે ઉજવાઈ રહ્યો છે અને એની સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાની વિવિધ યોજના આપવાનો, પ્રતિભાસાળી યુવાનો વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો ઉદ્દેશય રહ્યો છે.

આ પ્રસંગે માંડવી ધારાસભ્યશ્રી અને પૂર્વ આદિજાતિ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિ એ સભાને સંબોધતા ભગવાન બિરસા મુંડાના જીવનસંઘર્ષ, દેશપ્રેમ અને આદિવાસી સમાજ માટેના યોગદાનનું સ્મરણ કરાવ્યું હતું.

અંતે મહાનુભાવોના વરદ હસ્તે આદિવાસી સમાજના તેજ્સ્વી તારલાઓ, અગ્રણીઓ, વિવિધ ક્ષેત્રે કરેલ વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓ તથા વિવિધ સ્પર્ધાના વિજેતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા વિવિધ યોજનાકીય લાભો એનાયત કરાયા હતા. કાર્યક્રમ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વ્યારા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઇ કોંકણી, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજભાઈ વસાવા, પદ્મશ્રી રમીલાબેન ગામીત, પૂર્વ મત્રીશ્રી અને બાજીપુરા સુમુલ ડેરીના ચેરમેન કાંતિભાઈ ગામીત,સોનગઢ નગરપાલિકા આગેવાનો,કાર્યકર્તાઓ, તાલુકા ના સભ્યો,તાપી જિલ્લાના આગેવાનો, અન્ય પદાધિકારીઓ સહીત મોટી સંખ્યામાં સોનગઢવાસીઓ,વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment

और पढ़ें