ગાંધીનગર
જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાં પ્રવાસીઓની સુવિધા માટે નવા પાર્કિંગ, બે અત્યાધુનિક લિફ્ટ મૂકવા સહિતના કામોને મંજૂરી; હર્ષદ માતાના મંદિરના વિકાસ માટે ₹20.09 કરોડના કામોને મંજૂરી..
શંખલપુર સ્થિત ટોડા બહુચરાજી મંદિર અને સુડાવડના આઇશ્રી ખોડિયાર મંદિર ખાતે જનસુવિધાના કામો માટે ₹1.10 કરોડની ફાળવણી..
ગોધરામાં મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત આશ્રમના નવીનીકરણ માટે ₹3.36 કરોડની ગ્રાન્ટ ફાળવી..
પરંપરાગત ‘ડાંગ દરબાર’ના ભવ્ય આયોજન માટે ₹1.25 કરોડની નાણાકીય જોગવાઈ..
વલસાડના ઘડોઈ સ્થિત શ્રી ઘાટકેશ્વર મહાદેવ મંદિર પરિસરને પ્રવાસન હોટસ્પોટ તરીકે વિકસાવવા માટે ₹1.80 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓ વિકસાવવાનો નિર્ણય..









