રાજ્ય સરકાર દ્વારા અંદાજે 5.50 લાખ કિશોરીઓને રસી આપવાનું લક્ષ્ય…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગાંધીનગર

સર્વાઇકલ કેન્સરથી દીકરીને બચાવીએ, સમયસર HPV રસી મુકાવીએ; રાજ્ય સરકાર દ્વારા અંદાજે 5.50 લાખ કિશોરીઓને રસી આપવાનું લક્ષ્ય…

14 વર્ષની દીકરીઓને ગર્ભાશયના મુખના કેન્સર સામે રક્ષણ આપવા સરકારના અભિયાનમાં જોડાવવા વાલીઓને જાહેર અપીલ; વિશ્વના 100થી વધુ દેશોમાં સ્વીકૃત HPV રસી દીકરીઓ માટે સંપૂર્ણ સુરક્ષિત હોવાનું નિષ્ણાત ડોક્ટર્સનો મત…

ગર્ભાશયના મુખના કેન્સર સામે લડવા માટેની આ રસી સંપૂર્ણપણે સુરક્ષિત અને દીકરીઓને જીવલેણ કેન્સરથી બચાવવા માટે અનિવાર્ય હોવાનું GCRIના નિષ્ણાત તબીબોએ જણાવ્યું…

આ કેન્સર માટે મુખ્યત્વે HPV 16 અને 18 પ્રકારના વાયરસ જવાબદાર છે. 14 વર્ષની વયે આપવામાં આવતી આ રસી આ વાયરસ સામે રોગપ્રતિકારક શક્તિ વિકસાવવામાં સૌથી વધુ અસરકારક સાબિત થાય છે…

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ગ્લોબલ એડવાઈઝરી કમિટીએ સ્પષ્ટ કર્યું છે કે HPV રસી અને વંધ્યત્વ અથવા અન્ય ગંભીર આડઅસરો વચ્ચે કોઈ જ કારણભૂત સંબંધ નથી; રાજ્ય સરકાર આ રસી વિનામૂલ્યે આપી રહી છે…

Leave a Comment

और पढ़ें